એવું તે શું થયું કે પ્રેમલગ્ન કરનાર પતિએ જ પત્નીનું ઢીમ ઢાળ્યું ?

મોરબીમાં પ્રેમલગ્ન કરનાર પતિએ પત્નીને રાત્રીના છરીના ઘા ઝીંકી મોતને ધાટ ઉતારી દીધી હતી અને પુત્રને પણ છરીના ઘા ઝીંકતા તેને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.બનાવ અંગે પોલીસે ફરિયાદ નોંધી આરોપી પતિને ઝડપવા ચક્રોગતિમાન કર્યા છે.

મળતી વિગત મુજબ મોરબી-માળિયા હાઈવે પર આવેલ ટીંબડી ના પાટિયા નજીક અશ્વમેધ હોટેલની પાછળ રહેતા આરોપી વસંત કેશાભાઇ લીંબાણીએ પોતાની પત્ની પ્રેમીલાબેન સાથે પ્રેમલગ્ન કર્યા હોય અને લગ્ન બાદ આરોપી કોઈ કામ ધંધો કરતો ન હોવાથી બંને વચ્ચે અવારનવાર કામ કરવા બાબતે ઝધડા થતા હતા.ગતરાત્રીના આરોપી અને તેની પત્ની પ્રેમિલા વચ્ચે ઉગ્ર બોલાચાલી, ઝધડો થયો હતો અને આરોપીએ ગાળોદઈ , મારમારી છરી વડે પત્ની પ્રેમીલાબેનને છાતીના ભાગે, હાથમાં ઘા ઝીંકી ગંભીર ઈજાઓ પહોચાડતા તેનું મૃત્યુ નીપજ્યું હતું.બનાવ સમયે હાજર તેના પુત્ર સંજયએ પોતાની માતાને છોડવવા જતા આરોપી વસંતએ તેને પણ છરીના ઘા જમણા હાથે ઝીંકીને ઈજાઓ કરી હતી અને પુત્રે સંજયને સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો.બનાવ અંગે પુત્ર સંજયએ તેના પિતા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.મોરબી તાલુકા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ પી.એસ.આઈ. ગોહિલ કરી રહ્યા છે.

Comments
Loading...
WhatsApp chat