Billboard ad 1150*250 Billboard ad 1150*250

ક્યા થયો ટ્રક અને ટેમ્પો વચ્ચે અકસ્માત ?

મોરબી-રાજકોટ હાઈવે પર અસંખ્ય વાહનો દોડધામ કરે છે ત્યારે અવારનવાર અક્સમાત સર્જાયા કરે છે જેમાં અનેક માનવ જિંદગી જોખમાય છે તો અનેક સ્થળ પર જ મૃત્યુ પામે છે.ત્યારે આજે સવારના સમયે મોરબી-રાજકોટ હાઈવે પર આવેલ છતર ગામ નજીક અકસ્માત સર્જાયો હતો જેમાં બે વ્યક્તિઓને ઈજા થયાની માહિતી સુત્રો દ્વારા મળી હતી.

મળતી વિગત મુજબ મોરબી-રાજકોટ હાઈવે પર આજે સવારના સમયે ટ્રક અને ટેમ્પો વચ્ચે અકસ્માત સર્જાયો હતો.આ અક્સમાત ભયંકર હતો કે બંને વાહનો આગળથી બુકડા બોલી ગયા હતા.જો કે સદનસીબે કોઈ મૃત્યુ થયાંની માહિતી મળી ન હતી પરંતુ આ અક્સમાતમાં રાજુભાઈ દેવાભાઈ રહે-બેલા(આમરણ) અને જેરામભાઈ ગાંભવા રહે- ડાયમંડનગર (આમરણ) વાળાને ગંભીર ઈજાઓ પહોચી હતી અને તેને રાજકોટ સારવાર માટે ખસેડવામાં આવ્યા હોવાનું સુત્રો દ્વારા માહિતી મળી હતી.સવારના સમયે અકસ્માત થતાની સાથે જ હાઈવે પર ટ્રાફિકજામના દર્સ્યો સર્જાયા અને કલાકો સુધી વાહનચાલકો ટ્રાફિકજામમાં ફસાયા હતા.

Comments
Loading...
WhatsApp chat