Billboard ad 1150*250 Billboard ad 1150*250

અકસ્માતમાં ક્યા થયું પ્રજાપતિ આઘેડનું મોત

મોરબી-વાંકાનેર હાઈવે પર આવેલ બંધુનગર ગામ નજીક પગપાળા જતા આઘેડને ટ્રક ચાલકે હડફેટે લેતા તેનું મૃત્યુ નીપજ્યું હતું.બનાવની નોંધ મોરબી તાલુકા પોલીસે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

મળતી વિગત મુજબ મૂળ નવગામ અને હાલ વાંકાનેરના મિલ પ્લોટ વિસ્તારમાં રહેતા મનસુખભાઈ ઉર્ફે કિશોરભાઈ નારણીયા (ઉ.૫૫) રાત્રીના મોરબી વાંકાનેર હાઈવે પર પગપાળા ચાલીને જતા હોય દરમિયાન બંધુનગર નજીક સર્વિસ રોડ પર પુરપાટ આવતા ટ્રક જીજે ૧૨ એ ડબ્લ્યુ ૩૫૫૫ ના ચાલકે મનસુખભાઈને હડફેટે લેતા તેને ગંભીર ઈજાઓ પહોચતા તેનું મૃત્યુ નીપજ્યું હતું.આ મામલે મૃતકના ભાઈ લાલજીભાઈએ મોરબી તાલુકા પોલીસ મથકમાં ટ્રક ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.તો મોરબી તાલુકા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Comments
Loading...
WhatsApp chat