


મોરબી નગરપાલિકા કચેરીએ આજે મહિલાઓનું ટોળું પાણી મુદે રજૂઆત કરવા પહોંચ્યું હતું જોકે ચીફ ઓફિસરની ગેરહાજરી અને બાદમાં ટોળા સાથે ગેરવર્તન થતા મામલો બીચકયો હતો અને ટોળું એ ડીવીઝન પોલીસ મથકે પહોંચ્યું હતું. જ્યાં મહિલા કર્મચારી સામે ફરિયાદ કરવામાં આવી હતી તો સામાપક્ષે મહિલા કર્મચારીએ ફરજમાં રૂકાવટની ફરિયાદ કરી છે.
મોરબીના રણછોડનગરમાં આવેલા શાંતિવન સોસાયટીની મહિલાઓનું એક ટોળું પાલિકા કચેરીએ રજૂઆત કરવા દોડી ગયું હતું જોકે ચીફ ઓફિસર હાજર ના હોય અને મહિલાઓનું ટોળું ધરાર ચીફ ઓફિસર ચેમ્બરમાં ઘુસી ગયું હતું જેથી પાલિકા કચેરીના મહિલા કર્મચારી સાથે ટોળાને બોલાચાલી થઇ હતી અને મામલો બીચકયો હતો ત્યારબાદ મહિલાઓનું ટોળું એ ડીવીઝન પોલીસ મથકે પહોંચી ગયું હતું અને મહિલા કર્મચારીના તોછડા વર્તન અંગે ફરિયાદ નોંધાવી હતી
જેમાં ફરિયાદી મુળજીભાઈ દેવજીભાઈ સોલંકીએ જણાવ્યું છે કે શાંતિવન સોસાયટીની મહિલાઓ પાણી મામલે રજૂઆત કરવા પહોંચી હતી જેની સાથે તે પણ હોય ત્યારે પાલિકાના મહિલા કર્મચારી સોનલબેન ભરવાડે ઓફિસમાં જતા તેમણે રોકીને સાહેબ નથી શું કામ છે અને રોજ રોજ શું કરવા આવો છો તેમ કહીને જાતી પ્રત્યે હડધૂત કરી અપમાનિત કર્યાની ફરિયાદ નોંધાવી છે પોલીસે એટ્રોસિટી મુજબ ગુન્હો નોંધ્યો છે
જયારે સામાપક્ષે પાલિકાના મહિલા કર્મચારીએ વળતી ફરિયાદ નોંધાવી છે કે આરોપી મુલજી દેવજી સોલંકી, રાજુ કલ્યાણજી ચૌહાણ અને રામજી માસ્તર એ આરોપીઓએ ફરિયાદી સોનલબેન ભરવાડ ફરજ પર હોય ત્યારે આરોપી મુલજી સોલંકીએ અશ્લીલ હરકાર કરી હતી જયારે અન્ય આરોપીઓએ તેણે પગથી ઈજા કરી ફરજમાં રૂકાવટ પેદા કરી હતી પોલીસે ફરજમાં રૂકાવટ અંગે ગુન્હો નોંધી વધુ તપાસ ચલાવી છે

