જી.એસ.ટી અગે શું કહ્યું મોરબી સિરામિક એસો. પ્રમુખ જાણો અહી

આ મારો એક ઉદ્યોગપતિ તરીકે નો અંગત વિચાર : નીલેશ જેતપરિયા

મોરબી સિરામિક એસો. ના પ્રમુખ નીલેશ જેતપરિયા એ મોરબીન્યુઝ સાથે ની વાતચીત માં એક ઉધોગપતિ તરીકે કહ્યું હતું કે જીએસટી ની નવી ટેક્સ સિસ્ટમ ને આવકારવા અમે તૈયાર છીયે . જે રીતે સાદા મોબાઇલ વાપરતા લોકો ને સ્માર્ટ ફોન આવતા થોડા દિવસ ઓપરેટીંગ શિખવા મા તકલીફ પણ પડતી અને તેમા સમય પણ લાગે પરંતુ આવડી ગયા બાદ તે સ્માર્ટ ફોન થી ઘણા બધા કામ સરળ થતા હોય છે તેવી જ રીતે નવા ટેક્સ સિસ્ટમ જીએસટી સમજવા મા  થોડો સમય લાગે ત્યાં સુધી તકલીફ પડે પરંતુ ત્યારબાદ તેના ફાયદા દરેક વેપારી ને રહેવાના છે અને ખાસ કરીને જીએસટી મા સી  ફોર્મ  ની માથાકૂટ નીકળી જતા અમારી જવાબદારી પહેલા વેટ ના કાયદા મા રહેતી તેની સામે તે જવાબદારી થી મુક્તી મળતા વેપારીઓને એકંદરે તે બાબતે શાંતિ રહેશે ત્યારે ન્યુ ઇન્ડિયા ના કોન્સેપ્ટ સાથે નવા ટેક્સ સ્ટ્રક્ચર સાથે ન્યુ ઇન્ડિયા ને વિશ્વ ના મહાસત્તા તરફ લઇ જવા માટે આગળ વધીયે અને હું એક વેપારી તરીકે આપણા રાષ્ટ્ર ના વિકાસમાં સહયોગી થવા માટે તૈયાર છું .

Comments
Loading...
WhatsApp chat