


સ્ત્રી અને પુરુષ એમ બે જુદી જુદી વ્યક્તિઓ લગ્ન કરી ને એક નવા જીવન ની શરૂઆત કરે છે ત્યારે આ બંને બે પરિવારો વચ્ચે ની ધરી હોય છે પરિવારો નું સુખ બંને ની પહેલી પ્રાયોરિટી હોય છે છતાં બંને વચ્ચે પ્રેમ અને હૂંફ સાથે નું એક ખૂબ જ સુંદર જીવન પણ હોય છે મારા લગ્ન જીવન ને આજે 18 વર્ષ પુરા થયા ને હું આ બાબત માં કદાચ મારી પત્ની કરતા વધુ નસીબદાર છું કરણ કે જીવન ના તમામ સંઘર્ષ માં મારી પત્ની અને મારો પરિવાર મારી સાથે એક શક્તિ બની ને ઉભા રહ્યા છે મારા કરતાં મારી પત્ની એ મને વધુ સાચવ્યો છે ને એ માટે હું મારી પત્ની નો ઋણી પણ છું કરણ કે હું જવાબદારીઓ ના કારણે દોડતો રહ્યો હોય એવા સમય માં હું તેની કોઈ ઈચ્છાઓ ને ન્યાય ના આપી શક્યો હોય એવું બન્યું હશે પણ એણે મને ક્યારેય એકલો મુક્યો નથી હું હાલ માં મારા જીવન થી અને ખાસ કરી ને મારા જીવનસાથી થી અતિ સંતુષ્ટ અને ખુશ છું ને આગળ ના જીવન માં હું પરિવાર અને મારી પત્ની ને દુનિયા ની તમામ ખુશીઓ આપવા કટિબદ્ધ છું થેન્ક યુ વેરી મેચ માય ડીયર વાઈફ લવ યુ સો મેચ …

