પંચવટી સોસાયટીના વોકળામાં બેફામ ગંદકી, જાણો રહીશોએ તંત્રને શું ઓફર કરી ?

લોકભાગીદારીથી કામો કરવા રહીશોએ આપ્યું આવેદન

ગુજરાતમાં હવે ચોમાસું શરુ થવાની આરે છે તેવા સમયે વોકળા સફાઈ મામલે પાલિકા તંત્રની બેદરકારીને પગલે મોરબીની પંચવટી સોસાયટીના રહીશોએ ચીફ ઓફિસરને આવેદન પાઠવીને સફાઈ સહિતના વિકાસકામો લોકભાગીદારીથી કરવાની માંગ કરી છે.

મોરબીના રવાપર રોડ પરની પંચવટી સોસાયટીના રહીશોએ ચીફ ઓફિસરને કરેલી લેખિત રજૂઆતમાં જણાવ્યું છે કે વોર્ડ નં ૧૦ માં રવાપર રોડ પરના શાંતિભુવન સોસાયટીના રહીશોને અનેક હાલાકી ભોગવવી પડે છે છેલ્લા બે વર્ષથી અનેક રજૂઆત કરેલ છે છતાં કોઈ કામગીરી થઇ નથી નગરપાલિકા દ્વારા તેમના વિસ્તારમાં રોડ રસ્તાની સફાઈ કામગીરી કે દવાનો છંટકાવ કરવામાં આવ્યો નથી

જલારામ સોસાયટીથી પંચવટી સોસાયટી સુધીના વોકળામાં મોટા ભૂંગરા નાખી ગંદા પાણી ભૂંગરા યોગ્ય ગટર મારફત નિકાલ કરવા અને આ કામ માટે સર્વે કરી એસ્ટીમેન્ટ કરી આપવાની માંગ કરી છે જેથી નિયમ મુજબ લત્તાવાસીઓ રૂપિયા ભરી આપવા સંમતિ આપે છે તેમ જણાવી યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરી છે.

Comments
Loading...
WhatsApp chat