“બેટી બચાવો”ની જનજાગૃતિ માટે મહિલાએ શું કર્યું ?

રોટરી કલબ ઓફ રેવડી ડિસ્ટ્રિક્ટ 3011 માંથી અનેક એવોર્ડ વિજેતા સુનિતા ચોકન દ્વારા બેટી બચાવો બેટી પઢાવો, વૃક્ષો વાવો  જતન કરો ના નારા સાથે  સોમનાથ થી નેપાળ સુધી એકલી જ 5000 કિલોમીટર ના સોલો સાયકલિંગ પ્રોગ્રામ લઇ ને નીકળી છે.

સુનિતા સાંજના સમયે  હળવદ પહોંચી હતી અને ત્યાં રોટરી કલબ 3060 અને ઇનરવ્હીલ કલબ 306 ઓફ હળવદ દ્રારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ક્લબ દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમ પણ રાખવામાં આવતો હતો.તેમજ રેલી હળવદમાં રેલીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલી વેજનાથ થી મોર્ડન સ્કૂલ APMC  પાસે પૂર્ણ થઇ હતી.રેલી પછી મોર્ડન સ્કૂલ ખાતે વૃક્ષારોપણ અને મિટિંગ તથા નાસ્તા બાદ સુનિતા રાત્રી રોકાણ હળવદ કરી ને રૂટ મુજબ આગળ નીકળી હતી.

 

 

Comments
Loading...
WhatsApp chat