Billboard ad 1150*250 Billboard ad 1150*250

મોરબીના હજનાળી ગામે ભેંસ ચોરવા આવેલ ગેંગ સાથે ગ્રામજનોએ શું કર્યું ? જાણો….

મોરબીના હજનાળી ગામમાં ગત રાત્રીના સમયે ભેંસ ચોરી કરવા ગેંગ ઘુસી આવી હતી અને ગ્રામજનોની જાગૃતતાથી તસ્કર ગેંગ ભેસની ચોરી કરવામાં ફાવી ના હતી ઉલટાનું તસ્કરોએ ભાગી જવાની નોબત આવી હતી અને ગ્રામજનોએ ચોરી માટે આવેલા ઇસમોને બરાબરનો પાઠ ભણાવ્યો છે

બનાવની મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના હજનાળી ગામમાં ગત રાત્રીના તસ્કર ગેંગ ઘુસી હતી જેમાં ગ્રામજનો પાસેથી મળતી માહિતી મુજબ બોલેરો કાર લઈને ચાર જેટલા શખ્શો ગામમાં ઘુસ્યા હતા અને મોડી રાત્રીના આ શખ્શો ભેંસની ચોરી કરવાની પેરવી કરતા હતા જોકે ગ્રામજનો જાગૃત હોય અને કોઈ તસ્કરોને દેખી જતા ગ્રામજનો એકત્ર થયા હતા અને તસ્કરોને પડકાર્યા હતા

જે પડકારથી ગભરાયેલા તસ્કર ગેંગ બોલેરો કારમાં બેસી નાસી છુટવા માંગતા હતા જોકે તસ્કરોને નસીબે પણ સાથ ના આપ્યો ને ભાગવા જતા બોલેરો ઉંધી વળી જતા બે તસ્કરો ઘાયલ થયા હતા જેમાં અશ્વિન નાગજનભા ગઢવી (ઉ.વ.૧૮) અને હસમુખ રામભા ગઢવી (ઉ.વ.૨૫) રહે બંને ભચાઉ કચ્છવાળાને ઈજા થતા મોરબી સિવિલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા જયારે અન્ય બે નાસી છૂટ્યા હોવાની માહિતી ગ્રામજનો પાસેથી પ્રાપ્ત થઇ છે

Comments
Loading...
WhatsApp chat