Billboard ad 1150*250 Billboard ad 1150*250

ઈમરજન્સી જેવી સ્થિતિને પહોંચી વળવા માટેનો નવો પ્રોજેક્ટ ? જાણો વધુ…

ઈમરજન્સીને પહોંચી વળવા માટે ૩૬ આપદામિત્રની ટીમ

 

કુદરતી આપદા જેવી કે અતિવૃષ્ટિ, ભૂકંપ કે જળ હોનારત જેવી કટોકટીની સ્થિતિમાં નાગિરકોના જીવ બચાવવા માટે રાજ્ય સરકારના પ્રોજેક્ટ અંતર્ગત મોરબી જીલ્લામાં આપદામિત્રની ટીમ તૈનાત કરવામાં આવનાર છે જે ટીમ ઈમરજન્સી સ્થિતિમાં નાગરિકોને મદદ રૂપ બનશે.

ગુજરાત રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન સત્તા મંડળ દ્વારા સમગ્ર ગુજરાત રાજ્યમાં આપદામિત્ર પ્રોજેક્ટ શરુ કરવામાં આવ્યો છે જેમાં મોરબી જીલ્લા કલેકટર આઈ.કે.પટેલ અને પોલીસ અધિક્ષક જયપાલસિંહ રાઠોડના માર્ગદર્શન હેઠળ જીલ્લામાં કુલ ૩૬ સ્વયંસેવકોની ટીમ તૈયાર કરવામાં આવ્યા બાદ આપદા મિત્રોને રાજકોટ એસઆરપી કેમ્પ ખાતે કુદરતી આપત્તિઓ સામે લડવાની તાલીમ આપવામાં આવશે અને સરકાર તરફથી આપદા મિત્રનું પ્રમાણપત્ર અને ઓળખપત્ર આપવામાં આવશે આ સ્વયંસેવકોની ટીમ જીલ્લામાં કુદરતી આપત્તિઓમાં તંત્ર અને જાહેર જનતાને મદદરૂપ થશે તેમ મોરબી જીલ્લા ડીઝાસ્ટર મેનેજમેન્ટ દ્વારા જણાવાયું છે.

Comments
Loading...
WhatsApp chat