


મોરબીના શનાળા રોડ પર એક સોસાયટીમાં ખૂંટિયો બોલેરો કાર નીચે ફસાયો હતો.બાદમાં સ્થાનિક લોકોએ કાર હટાવી ખૂંટિયાને બહાર કાઢયો હતો.
મોરબીના શનાળા રોડ પર આવેલ ચિત્રકૂટ સોસાયટીના ચોકમાં બોલેરો કાર નિચે સૂતેલો ખુટિયો ફસાઈ ગયો હતો.ધટનાની જાણ સ્થાનિકોને થતા તરત જ ખુંટીયાને બહાર કાઢવા માટે કામગીરી શરુ કરી હતી અને થોડા સમયની ભારે મહેનત બાદ કાર ઉચી કરીને ખુટિયાને બહાર કાઢ્યો હતો. કાર નીચેથી ખુંટીયો સલામત રીતે બહાર નીકળી જતા સ્થાનિકોએ રાહતનો દમ લીધો હતો.

