

પાટીદાર અનામત આંદોલનના કન્વીનર હાર્દિક પટેલ આગામી ૨ ઓક્ટોબર ગાંધી જયંતીના દિવસે બગથળા ગામે એક દિવસના પ્રતિક ઉપવાસ કરવાના છે ત્યારે હાર્દિક પટેલના ઉપવાસના કાર્યક્રમને લઈને પાસની ટીમ દ્વારા તડામાર તૈયારીઓ ચાલી રહી છે અને બેઠકોનો ધમધમાટ જોવા મળી રહ્યો છે આજે રાત્રીના પંચાસર રોડ પરના રાજનગર ખાતે મીટીંગ યોજાઈ હતી
જેમાં મોટી સંખ્યામાં પાટીદાર સમાજના યુવાનો અને મહિલાઓ ઉપસ્થિત રહી હતી. આ બેઠકમાં મોરબી જીલ્લા પાસ કન્વીનર અને પાસ પ્રવક્તા મનોજ પનારા, પાસ અગ્રણી ગોપાલ ઇટાલીયા, પાસ કન્વીનર ગીતા પટેલ, પાસ અગ્રણી નીલેશ એરવાડીયા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
જો કે મીટીંગ દરમિયાન લાઈટ ગુલ થતા પાટીદાર યુવાનોમાં રોષ જોવા મળ્યો હતો અને લાઈટ ગુલ થયા બાદ મોબાઈલની ફ્લેશ લાઈટ દ્વારા મીટીગ ચાલુ રાખવામાં આવી હતી.તો પાસ કન્વીનર ગીતા પટેલે ભાજપ સરકાર પર આકરા પ્રહાર કાર્ય હતા અને આગામી દિવસોમાં પૂરી તાકાતથી આંદોલનને વેગવંતુ બનાવવા પાટીદાર યુવાનોને જણવ્યું હતું.
આ તકે ગોપાલ ઈટાલીયાએ મોરબી ન્યુઝ સાથે ખાસ વાતચીત કરી હતી
જુઓ વિડીયો………….