


મોરબીના સામાકાંઠા વિસ્તારમાં પીવાના પાણીનો પ્રશ્ન સર્જાયો છે અને છેલ્લા પંદર દિવસથી પાણી મળતું ના હોય જેથી આ વિસ્તારની મહિલાઓ આજે પાલિકા કચેરી પહોંચી હતી અને તંત્રને ઉગ્ર રજૂઆત કરી હતી
મોરબીના સામાકાંઠા વિસ્તારમાં આવેલા મફતિયાપરામાં રહીશોને પાણી મળતું ના હોય જેથી આજે મહિલાઓનું એક ટોળું પાલિકા કચેરી પહોંચ્યું હતું અને આ વિસ્તારના કાઉન્સિલરને પાણી માટેની રજૂઆત કરી હતી
તેમજ મહિલાઓએ જણાવ્યું હતું કે છેલ્લા પંદર દિવસથી તેમના વિસ્તારમાં પાણી વિતરણ થતું ના હોવાથી મહિલાઓ એંક બેડા પાણી માટે આમતેમ ભટકવું પડે છે અને આકરી ગરમીમાં પાણી વિના અનેક સમસ્યાઓ સર્જાતી હોય જેથી પાણી વિતરણ નિયમિત થાય તેવી માંગ કરવામાં આવી હતી અને ઉગ્ર રજૂઆત બાદ ટોળું પરત ફર્યું હતું

