Billboard ad 1150*250 Billboard ad 1150*250

મોરબીમાં અલગ-અલગ બે બનાવમાં કોના થયા મોત ? જાણો અહી…

મોરબી વાકાનેર હાઇવે પર અલગ અલગ બે બનાવમાં બે ના મોત નિપજયા જ્યારે એક ને ગંભીર ઇજા થતાં સારવાર માટે રાજકોટ ખસેડાવામાં આવ્યો

બનાવની મળતી વિગત મુજબ હાલ મોરબીના મકનસરમાં રહેતા ધરમશીભાઈ રૂપાભાઈ ગોહિલ ( ઉ.વ.૪૫ ) વાળો ગત રાત્રીના સમયે પોતના નજીકના ગામ જાબુંડીયા ચાલી ને જતા હતા ત્યારે ઇકો કાર ના ચાલક ચાલી ને જતા રૂપભાઈ ને હડફેટે લેતા તેમને ગભીર ઇજા થતાં તેમનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું જેની વધુ તપાસ એન.જે.નિમાવત ચલાવી રહ્યા છે.

જ્યારે બીજા બનાવમાં મોરબી કુબેર સિનેમા પાસે ગત રાત્રીના સુકુભાઈ  યાદવ ( ૨૫ ) અને અવિનાશ ક્રિષ્ના બહાદુર (૨૫ ) વાળા બાઈક લઇ ને લાલપર થી પોતના મિત્રને મળી ને પીપળી રોડ પર જતા હતા ત્યારે કુબેર સિનેમા પાસે બંધ ટેલર નમ્બર જી.જે.૧૨ વાય ૭૮૮૩ પાછળ બાઈક ઘુસી જતા જેમાં ઇજા થતાં બને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જેમાં સુકુલ યાદવ ને સારવાર મળે તે પહેલાં તેનું મોત નીપજ્યું થયું હતું જયારે અન્ય ઇજા ગ્રસ્ત ગંભીર રીતે ઘાયલ હોવાથી સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યો હતો જેની પ્રાથિમક તપાસ ઈમ્તિયાઝ જામ ચલાવી હતી જયારે વધુ તપાસ બી-ડીવીઝન પી.એસ.આઈ મલેક ચલાવી રહ્યા છે

 

Comments
Loading...
WhatsApp chat