


મોરબીના શક્તિ પ્લોટમાં ગેરકાયદેસર બાંધકામ થઇ રહયાની સ્થાનિકોની ફરિયાદને ધ્યાને રાખીને ચીફ ઓફિસરે ગેરકાયદેસર બાંધકામ તાકીદે બંધ કરવા નોટીસ પાઠવી છે.
મોરબીના શક્તિ પ્લોટ શેરી નંબર ૧૧ માં રહેતા પ્રફુલ્લાબહેન પંચાસરા અને મીનાબહેન પંચાસરાએ પાલિકાને રજૂઆત કરી હત કે શક્તિ પ્લોટ શેરી-૧૧ માં બિન અધિકૃત રીતે એપાર્ટમેન્ટનું બાંધકામ ચાલી રહ્યું છે આ બાબતે અગાઉની રજૂઆત મોરબી-વાંકાનેર શહેરી વિકાસ સતા મંડળે આ બાંધકામ અટકાવવા માટે મનાઈ હુકમ કર્યો છે તેમાં છતાં કામ ચાલી રહ્યું છે
જેથી ચીફ ઓફિસરે આ બાંધકામ કરનાર અશ્વિનભાઈ શાંતિલાલ મહેતા સહિતનાને નોટીસ ફટકારી છે અને આ બાંધકામ પૂર્વ મંજુરી વગર ચાલતું હોય જેથી તાત્કાલિક બંધ કરવા જણાવ્યું છે તેમજ નવા જીડીસીઆર મુજબ પ્લાન તૈયાર કરાવીને માલિકીના આધારપુરાવા રજુ કરવા જણાવ્યું છે અન્યથા કાયદેસરની કાર્યવાહી કરવાની ચેતવણી પણ પાલિકા તત્ર દ્વારા આપવમાં આવી છે.

