મોરબીમાં આવતીકાલે વાઈબ્રન્ટ ડાન્સ કૃ દ્વારા વેલકમ નવરાત્રી મહોત્સવ

મોરબીમાં વાઇબ્રન્ટ ડાન્સ ક્રુ દ્વારા પ્રી નવરાત્રી મહોત્સવ વિનય ઇન્ટરનેશનલ સ્કૂલના ગ્રાઉન્ડમાં યોજાશે જેમાં આવતીકાલે શનિવારે વેલકમ નવરાત્રી મહોત્સવ અંતર્ગત પ્રિ નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.

માતાજીની આરાધનાના પર્વ એવા નવલા નોરતાનો તા. ૧૦ થી પ્રારંભ થઇ રહ્યો છે ત્યારે મોરબીના વાઇબ્રન્ટ ડાન્સ ક્રુ દ્વારા રવાપર ઘુનડા રોડ પર આવેલ વિનય ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે આગામી તા. ૬ ને શનિવારના રોજ સાંજે ૭ થી રાત્રે ૧૨ સુધી પ્રિ નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં જાણીતા કલાકાર હીના શેલાણી અને મનોજ ચાવડા, અજય ગઢવી સુર રેલાવીને ખેલૈયાઓને ગરબે ઘુમાવશે. મ્યુઝિક રિધમ જીત ગઢવી તેમજ એન્કરિંગ ક્રિશી ઠક્કર કરશે

આ ઇવેન્ટના મીડિયા પાર્ટનર તરીકે આપ સૌનું લોકપ્રિય “મોરબીન્યુઝ” વેબ પોર્ટલ રહેશે. ઇવેન્ટને સફળ બનાવવા માટે ભાસ્કર પૈજા, મહેશ ગઢવી, રાહુલ કવૈયા, જય કક્કડ, મનીષ ભોજાણી, કમલ પ્રજાપતિ,નીલેશ ભાલોડીયા, જૈનમ મકવાણા, મેહુલ કૈલા, દિવ્યા રાવલ, ક્રિષ્ના ઉમરણીયા, ભૂમિકા સોમૈયા, અમિષા રાચ્છ અને ઉત્સવ ચંદે સહિતના જહેમત ઉઠાવી રહ્યા છે જેમાં સ્પોન્સર તરીકે મીલેનીયમ ટાઈલ્સનો સહયોગ પ્રાપ્ત થયો છે

Comments
Loading...
WhatsApp chat