મોરબી OMVVIM કોલેજ દ્વારા વેલકમ નવરાત્રી મહોત્સવ યોજાયો

માં જગદંબાની આરાધનાનું પર્વ ગુરુવારથી શરુ થાય છે જોકે મોરબીમાં નવરાત્રી પૂર્વે જ વેલકમ નવરાત્રી મહોત્સવ સમાન રાસ ગરબા સ્પર્ધા યોજવામાં આવી હતી જેમાં ખેલૈયાઓ મન મુકીને ગરબે ઘૂમ્યા હતા તો વિજેતાઓને ઇનામો આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.

મોરબીના યુવાનો નવરાત્રીને વેલકમ કરવા થનગની રહ્યા છે ત્યારે નવરાત્રી પૂર્વે જ મંગળવારે રાત્રીના મોરબીના સંજય વ્યાસ, ભાસ્કર પૈજા, રાજેશ વ્યાસ અને અશ્વિન ખાંભરા દ્વારા ઓમ શાંતિ સ્કૂલ ખાતે વેલકમ નવરાત્રી ગરબા સ્પર્ધા યોજવામાં આવી હતી જેમાં ખેલૈયાઓએ પ્રાચીન અને અર્વાચીન ગરબા સાથે રાસોત્સવની રમઝટ બોલાવી હતી. દરેક ગરબા ક્લાસના તાલીમાર્થીઓ ટ્રેડીશનલ ડ્રેસમાં સજ્જ થઈને સ્પર્ધામાં ભાગ લીધો હતો. રાસોત્સવમાં ખેલૈયાઓને ચિલ્ડ્રન, યંગ અને પેરેન્ટ્સ એમ વિવિધ વિભાગમાં વેલ ડ્રેસ, પ્રિન્સ અને પ્રિન્સેસ સહિતના ઇનામો એનાયત કરવામાં આવ્યા હતા.

Comments
Loading...
WhatsApp chat