Billboard ad 1150*250 Billboard ad 1150*250

મોરબીની સર્વોપરી સાયન્સ કોલેજમાં વેલકમ ફંકશન સેલિબ્રેશન

મોરબીના નવા સાદુળકા નજીક આવેલી સર્વોપરી સાયન્સ કોલેજમાં વેલકમ ફંક્શનની ઉજવણી કરવામાં આવી હતી જેમાં કોલેજના એમડી, પ્રિન્સીપાલ, પ્રોફેસર અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહીને વેલકમ ફંક્શનને માણ્યું હતું

સર્વોપરી સાયન્સ કોલેજમાં યોજાયેલ વેલકમ ફંકશનમાં કોલેજના મેનેજિંગ ડાયરેક્ટર દિલીપભાઈ ગઢીયા, પ્રિન્સિપાલ કેતનભાઈ સંઘાણી, ટ્રસ્ટીઓ અશોકભાઈ કાંજીયા, રાજેશભાઇ વડગાસીયા, મયુરભાઈ, ઉત્તમભાઈ, પ્રો.ડો અતુલભાઈ માકાસણા, પ્રો.ડો.અતુલભાઈ વામજા તેમજ સ્ટાફ મિત્રો હાજર રહી વિદ્યાર્થીઓની પ્રતિભા ખીલે તેવા પ્રોગ્રામને રજુ કરવામાં આવ્યો હતો તેમજ ત્યારબાદ શિક્ષણ ક્ષેત્રે, તેમજ સ્પોર્ટ્સ ક્ષેત્રે જે વિદ્યાર્થીઓએ આગવી ઓળખ મેળવી હોય તેવા વિદ્યાર્થીઓને શિલ્ડ એનાયત કરાયા હતા. વિદ્યાર્થીઓ એ આ કાર્યક્રમ ને હર્ષથી ઉજવ્યો હતો અને શાનદાર ઉજવણીને માણી હતી

Comments
Loading...
WhatsApp chat