મોરબીના જાણીતા વકીલ પર આભ ફાટ્યું, અકસ્માતમાં માતા-પિતા, બહેન અને ભાણેજ ગુમાવ્યા

 દંપતી, દીકરી અને ભાણેજના કમકમાટીભર્યા મોત કારનું ટાયર ફાટતા સર્જાયો ગમખ્વાર અકસ્માત

 

મોરબી માળિયા હાઈવે પર આવેલા અમરનગર ગામ નજીક રવિવારે સાંજના સુમારે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો જે અકસ્માતમાં મોરબીના લોહાણા દંપતી, દીકરી અને ભાણેજ એમ ચાર વ્યક્તિના મોત થયા હતા તેમજ અન્ય કારમાં સવાર એક ૪૩ વર્ષીય આધેડનું એમ કુલ પાંચ વ્યક્તિના મોતથી હાઈવે રક્તરંજીત બન્યો હતો અકસ્માતને પગલે સ્થાનિકોના ટોળા દોડી ગયા હતા

જે ગમખ્વાર અકસ્માતની પ્રાપ્ત વિગતો મુજબ અમરનગર ગામ નજીક હુન્ડાઈ ઈઓન કાર જીજે ૩૬ એસી ૩૫૭૮ અન્ય કાર સાથે અથડાઈ હતી તેમજ ત્રીજા વાહન સાથે પણ અથડામણ થતા ત્રિપલ અકસ્માત સર્જાયો હતો જે અકસ્માતમાં મોરબીના રહેવાસી મહેન્દ્રભાઈ પ્રાગજીભાઈ રવેશિયા, સુધાબેન મહેન્દ્રભાઈ રવેશિયા, જીજ્ઞાબેન જીગરભાઈ જોબનપુત્રા અને તેનો પુત્ર રીયાંશ જીગરભાઈ જોબનપુત્રા અને ભુંડીયા જાદવજીભાઈ રવજીભાઈ એમ પાંચ વ્યક્તિને ગંભીર ઈજા થતા સારવાર મળે તે પૂર્વે જ કમકમાટીભર્યા મોત થયા હતા અને મોરબી માળિયા હાઈવે પર યમરાજાએ ડેરા તંબુ તાણ્યા હોય તેમ અઢી વર્ષના માસૂમ સહીત પાંચ વ્યક્તિના મોતથી હાઈવે રક્ત રંજીત બન્યો હતો મોરબીના જાણીતા વકીલ પીયુષ રવેશિયાએ અકસ્માતમાં માતાપિતા, બહેન અને ભાણેજ ગુમાવતા પરિવાર પર આભ ફાટ્યું હતું અને હૈયાફાટ રુદનના દ્રશ્યો સર્જાયા હતા

મૃતક નામની યાદી

૧. મહેન્દ્રભાઈ પ્રાગજીભાઈ રવેશિયા (ઉ.વ.૬૫)

૨. સુધાબેન મહેન્દ્રભાઈ રવેશિયા (ઉ.વ.૬૩)

૩. જીજ્ઞાબેન જીગરભાઈ જોબનપુત્રા (ઉ.વ.૩૯) તલાટી મંત્રી

૪. રીયાંશ જીગરભાઈ જોબનપુત્રા (ઉ.વ.૨.૫) રહે ચારેય મોરબી

૫. ભુડીયા જાદવજીભાઈ રવજીભાઈ (ઉ.વ.૪૩) રહે માધાપર કચ્છ

 

અકસ્માતની જાણ થતા મંત્રી સહિતના આગેવાનો દોડી ગયા

મોરબી-માળિયાના ધારાસભ્ય અને મંત્રી બ્રિજેશભાઈ મેરજા આજે મોરબીના પ્રવાસે હોય અને અકસ્માતની જાણ થતા તુરંત હોસ્પિટલ દોડી ગયા હતા મંત્રી બ્રિજેશ મેરજા સાથે માર્કેટિંગ યાર્ડના વાઈસ ચેરમેન મગનભાઈ વડાવીયા, ભાજપ અગ્રણી રુચિર કારિયા સહિતના આગેવાનો હોસ્પિટલ પહોંચ્યા હતા અને પરિવારને સાંત્વના પાઠવી હતી

મૃતકો અને ઈજાગ્રસ્તોને મુખ્યમંત્રીએ સહાય જાહેર કરી

બ્રિજેશ મેરજા દ્વારા મુખ્યમંત્રી અને ભાજપ અધ્યક્ષ સી આર પાટીલને મૃતકોના પરિવારને અકસ્માત મૃત્યુ સહાય મળે તે માટે રજૂઆત કરી હતી જેને પગલે રઘુવંશી સમાજના એક જ પરિવારના ચાર સભ્યોના મૃત્યુના બનાવને ધ્યાને લઈને મુખ્યમંત્રી દ્વારા મૃતકોને ૦૪ લાખની સહાય અને ઈજાગ્રસ્તોને ૫૦ હજારની સહાય મંજુર કરી છે

 

Comments
Loading...
WhatsApp chat