


મોરબીમાં પરંપરાગત અષાઢી બીજાના દિવસે મચ્છુ માતાજીની રથ યાત્રા નીકળે છે.જેમાં મોટી સંખ્યામાં ભરવાડ-રબારી સમાજ ઉપસ્થિત રહે છે.આજે મોરબી કરણી સેના દ્વારા આ રથયાત્રાનું ફૂલહર કરીને સ્વાગત કરવામાં આવ્યું હતું.
મોરબી ખાતે અષાઢી બીજ ની રથયાત્રા મોરબી ના નહેરુ ગેટ ચોક માં નીકળી તેમનું સ્વાગત રાજપૂત કરણી સેના અને સમસ્ત હિન્દૂ ભાઈઓ દ્વારા ફૂલ હારથી સ્વાગત કરવામાં આવ્યું આ કાયકર્મ માં મોરબી રાજપૂત કરણી સેના પ્રમુખ વિજયસિંહ ચુડાસમા,પ્રતાપસિંહ જાડેજા,મહાવીરસિંહ જાડેજા,વિશ્વરાજસિંહ જાડેજા,શક્તિસિંહ જાડેજા,પલાભાઈ રાવલ,યોગેન્દ્રસિંહ,ઋષિભાઈ,પદુભા,સુખુભા,ગોપાલસિંહ,દેવેન્દ્રસિંહ જાડેજા તથા બહોળી સંખ્યામાં રાજપૂત તથા હિન્દૂ ભાઈઓ જોડાયા હતા તેવી રાજપૂત કરણી સેના મોરબીની યાદી જણાવે છે.

