હળવદની પતંજલિ નર્સિંગ સ્કૂલમાં બ્લીસ થીમ પર વેલકમ કાર્યક્રમ યોજાયો

 

હળવદ શહેરમાં આવેલ પતંજલિ નર્સિંગ સ્કૂલમાં નવા વિદ્યાર્થીઓને આવકારવા માટે વેલકમ કાર્યક્રમ યોજાયો હતો બ્લીસ થીમ પર વેલકમ કાર્યક્રમનું ભવ્ય આયોજન કરાયું હતું

આ તકે પ્રમુખ સ્થાનેથી આર્યાવર્ત નર્સિંગ કોલેજના આચાર્ય રમેશ કૈલએ ધાર્મિક બનવાની સાથે કાર્મિક (કર્મવીર) બનો તો તમને નોકરી મેળવવામાં કોઈ સમસ્યા નહી થાય તેવી ટકોર કરી હતી. દીપ પ્રાગટય બાદ ટ્રેડિશનલ અને વેસ્ટર્નની ડ્યુટ થીમ સાથે ઝાલા પૂજા, સવિતા, મેઘવાલ ભાવના,વૈશાલી, હર્શિદા સુરેલા, ખંડોરિયા આરતી, પરમાર નયના, હડિયલ નયના, રાઠોડ દક્ષા, નજના, પીપળીયા ઋતવિકા, રાઠોડ કોમલ દવે કૃણાલી, કુણપરા કીર્તિ, માધવી પંડિત, અગ્રવાલ વિધિ, ડોળિયા હિના, જોલી ભૂમિકા, અવની, મહેશ્વરીઆ  પ્રથમ વર્ષની વિદ્યાર્થીનીએ રેમ્પ વોક કરી પોતાનો પરિચય આપ્યો હતો.

આ પ્રસંગે ચાણક્ય ટ્રસ્ટના પ્રમુખ ડાયાભાઈ ગરધરિયા, ટ્રસ્ટી દેવશીભાઈ સિણોજીયા, એમડી ડો.મહેશ પટેલ, આર્યાવર્ત કોલેજના એમડી પ્રસાદ ગોરિયા ઉપસ્થિત રહ્યા હતા. તક્ષશિલા કોલેજ અને પતંજલિ નર્સિંગ કોલેજના ટ્રસ્ટી ડો. અલ્પેશ સિણોજીયાએ જણાવ્યું હતું કે ડોક્ટર અને દર્દી વચ્ચે સેતુબંધ બનવાનું કાર્ય નર્સે કરવાનું હોય છે. સ્વાગત પ્રવચન નર્સિંગ કોલેજના પ્રોફેસર ભારતીબેન પરમારે  કર્યું હતું.

 

Comments
Loading...
WhatsApp chat