Billboard ad 1150*250 Billboard ad 1150*250

હળવદ તાલુકાનો મુખ્યમંત્રીનો “સ્વાગત” ઓનલાઈન (ફરીયાદ નિવારણ) કાર્યક્રમ

મુખ્યમંત્રી, ગુજરાત રાજય તરફથી તાલુકા કક્ષાના પ્રશ્નોના નિકાલ/ ઉકેલ માટે લોકોએ તેમની ફરીયાદ રજુ કરવા માટે ઉચ્ચકક્ષા સુધી જવું ન પડે માટે તાલુકા કક્ષાએ “સ્વાગત” ઓનલાઈન ફરીયાદ નિવારણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે. જે અંતર્ગત ઓગસ્ટ માસના તા.૨૧/૦૮/૨૦૧૮ મંગળવારનાં રોજ સવારના ૧૧:૦૦ કલાકે મામલતદાર કચેરી હળવદ ખાતે યોજાનાર કાર્યક્રમ માટે ગ્રામ્ય તાલુકા કક્ષાના પ્રશ્નો ફરીયાદો ૧૦મી ઓગસ્ટ સુધીમાં તાલુકાના મામલતદાર અને
એકઝીક્યુટીવ મેજીસ્ટ્રેટ, હળવદને પહોચતા કરવા સબંધકર્તા લોકોને જણાવવામાં આવે છે

અરજીમાં મથાળે “હળવદ તાલુકા માટેનો ‘સ્વાગત’ ફરીયાદ નિવારણ કાર્યક્રમ” એ મુજબ લખવાનુ રહેશે. આ કાર્યક્રમમાં કોઈપણ અરજદારને અરજી કરતા પહેલા ગ્રામ કક્ષાનો પ્રશ્ન હોય તો ગ્રામ પંચાયત તલાટી કમ મંત્રી, ગ્રામ સેવકને પ્રથમ અરજી કરેલ હોવી જોઈએ અને તે અનિર્ણિત હોય,તાલુકા કક્ષાનો પ્રશ્ન હોય તો તાલુકા ના જવાબદાર અધિકારીને પ્રશ્ન લેખિતમાં રજુઆત કરેલ હોવી જોઈએ અને તે અનિર્ણિત હોય, આ કાર્યક્રમમાં રજુ થતા પ્રશ્નો ગ્રામ અને તાલુકા કક્ષાએ જ નિર્ણય લઈ શકાય તેવા હોવા જોઈએ, આ કાર્યક્રમમાં અરજદાર જાતે રૂબરૂ પોતાના પ્રશ્નનાં આધાર પુરાવા સાથે રજુઆત કરી શકશે, આ કાર્યક્રમમાં અરજદાર એક જ વિષયને લગતી રજુઆત કરી શકશે સામુહિક રજુઆતો કરી શકશે નહી. તેમ મામલતદાર હળવદની યાદીમાં જણાવેલ છે.

Comments
Loading...
WhatsApp chat