Billboard ad 1150*250

મોરબીમાં જૈન જાગુતિ લેડીઝ વિંગ દ્વારા વેલકમ નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું

0 129
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો  https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

Post ad 3

મોરબીમાં જૈન જાગૃતિ સેન્ટર લેડીઝ વિંગ દ્વારા દશા શ્રીમાળીની વાડી, સરદાર રોડ ખાતે સમસ્ત જૈન સમાજના બહેનો માટે ગત તા. ૨૨  સપ્ટે.ના રોજ વેલકમ નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું હતું. જે કાર્યક્રમ મેહમાન પૂર્વ ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા , જે.પી.જેસ્વાણી , જયરાજસિંહ જાડેજા અને દેવિકાબેન મેહતા સહિતના આગેવાનો રહ્યા હતા તો કાર્યક્ર  દરમિયાન આશિષભાઇ મણિયાર એમના સુમધુર કંઠે રાસની રમઝટની રમઝટ બોલાવી હતી. તેમજ નાના બાળકોથી લઇ મોટી ઉંમરની બહેનો મન મૂકીને ગરબે ઘૂમ્યા હતા. કાર્યક્રમના અંતે બેસ્ટ પરફોર્મન્સ, બેસ્ટ વેલડ્રેસ સહિતના ઇનામોનુ વિતરણ કરવામાં આવ્યું હતું. તેમજ કાર્યક્રમ સ્થળે વિવિધ જૈન વાનગીના ફૂડ સ્ટોલ રાખવામાં આવ્યા હતા. આ આયોજનને સફળ બનાવવા માટે લેડીઝ વિંગના ખ્યાતિબેન શેઠ, નીતાબેન દોશી, પ્રિયલબેન મહેતા, દીનાબેન સુતરીયા સહિતના સભ્યોએ ભારે જહેમત ઉઠાવી હતી.

Post ad 4
Comments
Loading...
Share This
WhatsApp chat