

મોરબી તાલુકાના બહાદુરગઢ ગામે રહેતા કાનજીભાઈ ચાવડાને ગઈકાલે બપોરના સમયે દિનેશ ગગુભાઈ મકવાણા મોરબી વાળા સાથે બોલાચાલી થઇ હતી જેનો ખાર રાખી દિનેશભાઈ મકવાણા,ધીરુભાઈ ગગુભાઈ મકવાણા,જીજ્ઞેશ ઉર્ફે હકો અને કિશોર ભીખાભાઈ (મેધપર વાળો) ગત બપોરના ફરીની હોટલે ધસી આવી આરોપી દિનેશ નમકવાણાએ ફરી પર તલવાર વડે હુમલો કરતા માથાના તથા હાથ-પગના ભાગે ગંભીર ઈજાઓ પહોચાડી હતી તેમજ બાકીના ત્રણ આરોપીઓએ પાઈપ અને લાકડી વડે ઈજાઓ કરતા કાનજીભાઈને ગંભીર ઈજા પહોચતા તેને રાજકોટ સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. આ અંગે સામસામી ફરિયાદ થઇ છે.આ અંગે વધુ તપાસ મોરબી તાલુકા પી.એસ.આઈ એસ.એ.ગોહિલ ચલાવી રહ્યા છે. જેમાં જીગ્નેશ બચુભાઇ ચાવડા ઉ.૩૦ રે નામના યુવાન ગંભીર રીતે ઘવાતા રાજકોટ ખસેડાયા હતા જ્યાં સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું છે. વધુમાં આ હુમલામાં ચારેય આરોપીઓ ઇજાગ્રસ્ત હોય હાલ મોરબીની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા છે જ્યાં તેમની સારવાર ચાલી રહી છે,ઘટનાની જાણ થતાં ડીવાયએસપી બી.ડી.જોશી,ઇન્ચાર્જ એલસીબી પીઆઇ વ્યાસ,તાલુકા પીએસઆઇ એસ.એ.ગોહિલ એચ.એમ રાવલ સહિતનો કાફલો દોડી ગયો હતો.દરમિયાન મૃતક યુવાન જીગ્નેશ ચાવડા ટ્રાન્સપોર્ટના નામે વ્યવસાય કરતા હોવાનું સુત્રો દ્વારા જાણવા મળ્યું છે.