Billboard ad 1150*250 Billboard ad 1150*250

“અમે સ્ત્રી ભ્રુણ હત્યાને રોકીશું”, મોરબીમાં કોલેજીયન વિદ્યાર્થીનીઓનો પ્રેરણાદાયી સંકલ્પ

મહિલા સશક્તિકરણ પખવાડિયાની સાર્થક ઉજવણી

મહિલા સશક્તિકરણ પખવાડિયાની ઉજવણી મોરબી જીલ્લામાં પણ શરુ થઇ ચુકી છે જેમાં વિવિધ કાર્યક્રમો અંતર્ગત આજે શહેરની પટેલ મહિલા કોલેજમાં વિદ્યાર્થીનીઓને વિવિધ સ્ત્રી રોગ અંગે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું

મોરબીની પટેલ મહિલા કોલેજમાં યોજાયેલા સમારોહમાં જીલ્લા કલેકટર આર.જે. માકડિયા તેમજ સ્ત્રી રોગ નિષ્ણાંત ડો. ભાવનાબેન જાની ઉપસ્થિત રહ્યા હતા તો સ્ત્રી રોગ નિષ્ણાંત ડોક્ટર ભાવનાબેન જાનીએ વિદ્યાર્થીનીઓને મહિલાઓના શરીરમાં થતી વિટામીનની ખામી, કુપોષણ માટેના કારણો વગેરેની સમજ આપી હતી અને સ્ત્રીઓને શારીરિક તેમજ માનસિક રીતે મજબુત બનવા માટેના જરૂરી ઉપાયો સૂચવ્યા હતા તો દેશમાં સ્ત્રી ભ્રુણ હત્યાનું દુષણ હજુ પણ જોવા મળે છે જેથી ઉપસ્થિત વિદ્યાર્થીનીઓ પાસે સ્ત્રી ભ્રુણ હત્યા અટકાવવાના સંકલ્પ લેવડાવવામાં આવ્યા હતા.

સ્ત્રી રોગ નિષ્ણાંત ડોક્ટરે સ્ત્રી ભ્રુણ હત્યા અટકાવવા મહિલાઓને આગળ આવવા આહ્વાન કરવામાં આવ્યું હતું જેને વિદ્યાર્થીનીઓએ સહર્ષ સ્વીકાર્યું હતું આજની વિદ્યાર્થીનીઓ લગ્ન બાદ જયારે માતા બને તો દીકરા દીકરી વચ્ચે ભેદભાવ ના રાખે અને સ્ત્રી ભ્રુણ હત્યા અટકાવશે દરેક દીકરીને જન્મવાનો અધિકાર છે તે યાદ રાખશે તેવો સંકલ્પ કર્યો હતો અને વિદ્યાર્થીનીઓ દ્વારા કરાયેલો આ સંકલ્પ અન્યને પણ પ્રેરણા પૂરી પાડશે સમારોહમાં જીલ્લા કલેકટર ઉપરાંત જીલ્લા પંચાયત પ્રમુખ કિશોરભાઈ ચીખલીયા, ડીડીઓ એસ.એમ. ખટાણા, મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી ડો. પી.જી.ભટ્ટ અને ડો. ડી.વી. બાવરવા સહિતના ઉપસ્થિત રહ્યા હતા

Comments
Loading...
WhatsApp chat