માળિયાના વાઘરવા નજીક પાણીના વાલ્વમાં તોડફોડ, લાખો લીટર પાણી વેડફાયું , video
અસામાજિક તત્વોએ તોડફોડ કરી હોવાની માહિતી, અગાઉ પણ લાઈનમાં ભંગાણ બાદ ફરિયાદ થયેલી



માળિયાના વાઘરવા નજીક નર્મદા પાઈપલાઈનના વાલ્વમાં તોડફોડ કરવામાં આવતા લાખો લીટર કીમતી પાણી વેડફાયું છે ઘટનાની જાણ થતા નર્મદાના અધિકારીઓ સ્થળ પર દોડી ગયા હતા
માળિયાના વાઘરવા ગામ નજીક આવેલી પાણીની પાઈપલાઈનનો વાલ્વમાં તોડફોડ કરવામાં આવી હોય જેને પગલે લાખો લીટર પાણીનો જથ્થો વેડફાયો હતો અને પાણીને વેડફાતું રોકવા અધિકારીઓની દેખરેખ હેઠળ તાકીદનું રીપેરીંગ કામ ચાલી રહ્યું છે તો આ સ્થળે અગાઉ પણ ભાંગફોડ કરવામાં આવી હતી જેની પોલીસ ફરિયાદ કરવામાં આવી હોય અને થોડા જ દિવસોમાં બીજી વખત આવો બનાવ બન્યો છે અને અસામાજિક તત્વોએ કરેલી તોડફોડને પગલે લાખો ગેલન પાણી વેડફાઈ ગયું છે ત્યારે હવે આવા અસામાજિક તત્વો સામે તંત્ર શું પગલા ભરે છે તે જોવું રહ્યું
જુઓ પાણીના વેડફાટનો વિડીયો…..