

ચાલુ વર્ષે અપૂરતા વરસાદને લીધે મોરબીની જીવાદોરી સમાન મચ્છુ ૨ ડેમ પૂરો ભરાયો નથી અને પાણીની તંગી સર્જાવાના એંધાણ વર્તાઈ રહ્યા છે ત્યારે શહેરમાં બેજવાબદાર લોકો પાણીનો વેડફાટ કરે છે જે અટકાવવો જરૂરી છે
મોરબીના સાવસર પ્લોટ વિસ્તારમાં એક ખાનગી નર્સિગ હોમમાં દરરોજ પાણીનો બગાડ થતો જોવા મળે છે કલીનીકની છતની ટાંકી ભરવા માટે મોટર ચાલુ કર્યા બાદ ટાંકી ભરાયા બાદ પણ પાણીની મોટર બંધ કરવાની તસ્દી લેવામાં આવતી નથી જેથી દરરોજ કીમતી પાણી રોડ પર વહી જતું હોય છે એક તરફ જયારે સમગ્ર સૌરાષ્ટ્ર સાથે મોરબીમાં પણ પાણીની તંગીની સ્થિતિ વચ્ચે કીમતી પાણીનો બગાડ અટકાવવા નાગરિકો પોતાની ફરજ બજાવતા નથી તો તંત્ર ક્યારેય પાણીનો બગાડ રોકવા કોઈ પગલા ભર્યા હોય તેવું નાગરિકોને યાદ પણ નથી તો જવાબદાર અને જાગૃત નાગરિકો આવા દ્રશ્યોથી પરેશાન જોવા મળે છે અને નાગરિકો કીમતી પાણીનો વ્યય અટકાવવા જાતે જાગૃત બને તે સમયની માંગ છે