Billboard ad 1150*250 Billboard ad 1150*250

મોરબીના વાડી વિસ્તારમાં પાણીની પારાયણ, પાલિકાએ બેડા વગાડી વિરોધ

મોરબીના વાડી વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી પાણી વિતરણ કરવામાં આવતું ના હોય જેથી કંટાળી ગયેલી મહિલાના ટોળાએ આજે પાલિકા કચેરીએ હલ્લાબોલ કર્યો હતો અને પાણી આપવાની ઉગ્ર રજૂઆત કરી હતી

મોરબીના અવની ચોકડી પાછળ આવેલા વાડી વિસ્તારમાં પાણી વિતરણ કરવામાં આવતું ના હોય જેથી પીવાનું કે વાપરવાનું પાણી મળતું ના હોવાથી મહિલાઓ કંટાળી ગઈ હોય અને આજે મહિલાનું ટોળુ પાણીના બેડા સાથે પાલિકા કચેરી પહોંચી હતી જ્યાં બેડા વગાડીને પાણી આપવાની ઉગ્ર રજૂઆત કરી હતી જોકે પાલિકાના પ્રમુખ કે ચીફ ઓફિસર હમેશની જેમ કચેરીએ જોવા મળ્યા ના હતા

જેથી ટોળું વધારે વિફર્યું હતું અને મહિલા ઉપપ્રમુખે આવીને રજૂઆત સાંભળી હતી તેમજ તેમનો વિસ્તાર પાલિકા હસ્તક નહિ પરંતુ પાણી પુરવઠા દ્વારા તેમને પાણી વિતરણ કરાતું હોય જેથી પાણી પુરવઠા કચેરી જવાની ભલામણ કરી હતી અને કલાક કરતા વધુ સમય સુધીના હંગામા બાદ ટોળું રવાના થયું હતું

Comments
Loading...
WhatsApp chat