


મોરબીમાં શનિવારે પ્રસિદ્ધ નાટક મચ્છુ તારા વહેતા પાણી અને કોમેડી નાટક માલી મતવાલી નાટક ભજવાશે.
મોરબીના પીઠડાઈ ગૌસેવા મંડળ પીઠડના યુવકો દ્વારા તા. 14 ને શનિવારે રાત્રે 9 કલાકે મોરબીના રવાપર રોડ સ્થિત રામોજી ફાર્મ ખાતે મોરબીની ગાથા વર્ણવતું પ્રસિદ્ધ નાટક મચ્છુ તારા વહેતા પાણી ભજવવામાં આવશે સાથે સાથે લોકોને પેટ પકડી હસાવતું હાસ્ય નાટક માલી મતવાલી પણ ભજવવામાં આવશે.
ગણેશ મંડપ સર્વિસવાળા અરવિંદ બારૈયાના સહયોગથી યોજાનાર આ નાટક શો નો લાભ લેવા એક યાદીમાં જણાવાયું છે.

