આનંદો ! મચ્છુ ૨ ડેમમાં યુધ્ધના ધોરણે રીપેરીંગ કરી પાણી વિતરણ પુનઃ શરુ કરાયું

ઇન્ટેક વેલના પાળાની દીવાલ તૂટતા પાણી વિતરણ ખોરવાયું હતું.

મોરબીની જીવાદોરી સમાન મચ્છુ ૨ ડેમમાં ઇન્ટેક વેલના પાળાની દીવાલ તૂટી જવાથી ડેમમાં પમ્પીંગ ખોરંભે ચડ્યું હતું જેથી મગળવારથી ત્રણ દિવસ સુધી નવ જેટલા ગામોને પાણી વિતરણ નહિ થાય તેવી માહિતી તંત્ર દ્વારા આપવામાં આવી હતી જોકે ત્રણ દિવસને બદલે કામગીરી વહેલા જ પૂર્ણ કરીને તંત્ર દ્વારા ફરીથી પાણી વિતરણ ફરી શરૂ કરી દેવાયું છે.

મોરબી-માળિયા-જોડિયા પાણી પુરવઠા યોજના અંતર્ગત મચ્છુ ૨ ડેમના ઇન્ટેક વેલના પાળાની દીવાલ તૂટી જવાથી ડેમના ડેડવોટરનું પમ્પીંગ ખોરંભે પડ્યું હતું જે તૂટી ગયેલી દીવાલના રીપેરીંગ કામગીરી યુધ્ધના ધોરણે ચાલુ કરવામાં આવ્યું હતું છતાં પણ કામગીરી પૂર્ણ થતા અને પાણી પુરવઠો રાબેતા મુજબ ચાલુ કરતા આશરે ત્રણ દિવસ જેટલો સમય લાગી સકે છે તેવું તંત્ર દ્વારા જાણવામાં આવ્યું હતું જેથી આ સમય દરમિયાન મોરબી માળિયા જોડિયા જૂથ પાણી પુરવઠા મારફતે જે ગામોને પાણી વિતરણ કરવામાં આવે છે તેવા રવાપર, ભડિયાદ, ત્રાજપર, લાલપર, ઇન્દીરાનગર, મહેન્દ્રનગર, પીપળી, ધરમપુર અને ટીંબડી સહિતના નવ ગામોને પાણી પુરવઠો આપી શકાશે નહી.

મંગળવારથી ત્રણ દિવસ સુધી પાણી વિતરણ ઠપ્પ રહેશે તેવી માહિતી પુરવઠા બોર્ડના નાયબ કાર્યપાલક ઈજનેર દ્વારા આપવામાં આવી હતી જોકે કાળઝાળ ગરમીમાં પાણી વિના નાગરિકોને સમસ્યાનો સામનો કરવો ના પડે તે માટે યુધ્ધના ધોરણે કામગીરી શરુ કરવામાં આવી હતી અને વહેલા સર કામગીરી પૂર્ણ કરી જરૂરી રીપેરીંગ કરવામાં આવ્યું હતું તેમજ પાણી વિતરણ શરુ કરી દેવામાં આવ્યું છે

Comments
Loading...
WhatsApp chat