Billboard ad 1150*250 Billboard ad 1150*250

મોરબી જીલ્લા બજરંગ દળના હોદેદારોની વરણી

જીલ્લા પ્રમુખ જીજ્ઞેશ વિસાવડીયા, શહેર પ્રમુખ તરીકે કમલ દવેની નિમણુક

તાજેતરમા રામ નવમીના પાવન પર્વના દીવસે વિશ્વ હીન્દુ પરિષદની બેઠક મળેલ જેમા વિશ્વ હીન્દુ પરિષદ જીલ્લા અધ્યક્ષ દીગુભા ઝાલા, જીલ્લા મંત્રી હસુભાઈ ગઢવી, શહેર અધ્યક્ષ ચંદ્રવદનભાઈ પુજારા , શહેર મંત્રી નિર્મિત કક્કડ તથા પૂર્વ અધ્યક્ષ ગીરીશ ભાઈ ઘેલાણી દ્વારા બજરંગ દળના હોદેદારો ની સર્વાનુમતે વરણી કરવા મા આવી હતી..

જેમા બજરંગ દળ જીલ્લા પ્રમુખ તરીકે જીજ્ઞેશ ભાઈ વિસાવડીયા, ઉપપ્રમુખ તરીકે વિક્રમભાઈ શેઠ તેમજ મોરબી શહેર પ્રમુખ તરીકે કમલભાઈ દવે, ઉપપ્રમુખ તરીકે જયેશભાઈ વ્યાસ, ચિરાગભાઈ પરમાર, ચેતન પાટડિયાની વરણી કરવામા આવી હતી. બજરંગ દળ ગૌરક્ષા દળમા કરણભાઈ પરમાર, કૃષપ ભાઈ રાઠોડ તેમજ દીપરાજભાઈ ચૌહાણની વરણી કરવામા આવી હતી. તેમજ સત્સંગ પ્રમુખ તરીકે રોહીત ભાઈ સોની ની નિમણુંક કરવા મા આવી હતી.

 

 

Comments
Loading...
WhatsApp chat