

વાંકાનેર પોલીસે પેટ્રોલિંગ દરમિયાન બાતમીને આધારે તરકીયા ગામ નજીકથી એક શખ્શને દેશી બનાવટની બંદુક સાથે ઝડપી લઈને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે
મોરબી જીલ્લા પોલીસવડાના માર્ગદર્શન હેઠળ વાંકાનેર તાલુકા પીએસઆઈ જી આર ગઢવીની ટીમના પીએસઆઈ બી ડી પરમાર, ધર્મેન્દ્રસિંહ જાડેજા, દર્શિત વ્યાસ અને જગદીશભાઈ સહિતના પેટ્રોલિંગમાં હતા દરમિયાન ખાનગી રાહે બાતમી મળી હતી કે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશનના ગુન્હાનો આરોપી ભૂપત દેવશી મકવાણા રહે તરકીયા વાળો રહેણાકની બાજુમાં આવેલ વાડામાં બંદુક જેવા હથિયાર સાથે હાજર છે જે બાતમીને પગલે પોલીસ ટીમે સ્થળ પરથી આરોપી ભૂપત કોળીને ઝડપી લીધો છે અને તેની પાસેથી ગેરકાયદેસર દેશી હાથ બનાવટની જામગરી બંદુક કીમત રૂ ૧૦૦૦ જપ્ત કરી આર્મ્સ એક્ટ મુજબ ગુન્હો નોંધી વધુ તપાસ ચલાવી છે



