



વાંકાનેરની પેડક સોસાયટીમાં જાહેરમાં જુગાર રમી રહેલા પાંચ શકુનીઓને વાંકાનેર પોલીસે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
વાંકાનેરની પેડક સોસાયટી નજીક આવેલ જસદણ સિરામિક એકમની બાજુમાં જાહેરમાં જુગાર રમતા હોવાની ખાનગી બાતમીના આધારે વાંકાનેર સીટી પોલીસે દરોડો પાડતા ત્યાં જુગાર રમી રહેલા નલિન વલ્લભદાસ ભંડીગજી, મોહન મગનભાઈ ચુનારા, મનસુખભાઇ કરમણભાઈ મકવાણા, ધર્મેન્દ્ર નવલસિંગ લોધા અને વિજય નાનજીભાઈ ચુનારાને પોલીસે રોકડ રકમ રૂ.૧૨૬૧૦, ૪ મોબાઈલ કીમત રૂ.૭૦૦૦ અને ૨ મોટર સાઈકલ કીમત રૂ.૪૫૦૦૦ એમ કુલ મુદામાલ માલને ૬૪૬૧૦ સાથે ઝડપી પાડીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
વાંકાનેર સીટી પોલીસની આ સફળ કામગીરીમાં પી.આઈ. બી.ટી. વાઢીયા, પીએસઆઈ ધાંધલ, રાજેન્દ્રસિંહ જાડેજા, અરવિંદસિંહ ઝાપડિયા, વિરેન્દ્રસિંહ ઝાલા, હરેશ આગલ, મહેન્દ્રભાઈ વડગામા, અને સંજયસિંહ જાડેજાએ કરેલ છે.



