


આણંદ ખાતે બોલ બેડમિન્ટનની રાજ્ય લેવલની હરિફાઈનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં U-14 ની ગર્લ્સ અને બોયઝ એમ બન્ને ટિમ ગુજરાત ચેમ્પિયન થયેલ વાંકાનેરની મોહમદી લોકશાળાની ટિમ હતી.આ બન્ને ટિમ હવે આવનાર દિવસોમાં રાષ્ટ્રીય કક્ષાએ ગુજરાતનું પ્રતિનિધિત્વ કરશે.આ શાળાના પ્લેયરને અને તેમના સ્પેશ્યલ કોચ પટોડી અને લોકશાળા પરિવારને કપ્તાન તરફથી અભિનંદન પાઠવ્યા હતા..