



વાંકાનેરના રંગપર ગામે પોતાની વાડીએ ઝેરી દવા ગટગટાવી યુવકે જીંદગી ટુંકાવ્યાની વિગતો સામે આવી છે. હાલ વાંકાનેર તાલુકા પોલીસ દ્વારા આપઘાતનું ચોક્કસ કારણ જાણવા તજવીજ હાથ ધરાઈ છે.
આ અંગેની પ્રાપ્ત વિગતો અનુસાર વાંકાનેર તાલુકાના રંગપર ગામે રહેતા 25 વર્ષીય પ્રવીણભાઇ ખીમાભાઇ ગોગીયાએ અગમ્ય કારણોસર પોતાની વાડીએ ઝેરી દવા પીઘી હતી. આ અંગેની જાણ વાંકાનેર તાલુકા પોલીસને થતા પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને સી.આર.પી.સી. કલમ ૧૭૪ મુજબ ગુનો નોંધી આપઘાતનું ચોક્કસ કારણ જાણવા કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

