વાંકાનેર : તમારે રહેવું હોય તેમ રહેજો તમને પતાવી દેવા છે, છ શખ્સોએ મહિલાને આપી ધમકી

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

વાંકાનેર સીટીમાં દુષ્કર્મની ફરિયાદ કરવા સાથે આવેલ મહિલાને છ શખ્સોએ  જાનથી મારી નાખવાની ધમકી આપીને  ભોગબનાનાર સગીરાને ઉપાડી જઈશું તેવી ધમકી આપી હોવાની ફરિયાદ વાંકાનેર સીટી પોલીસ મથકમાં નોંધાઈ છે.

વાંકાનેરના કુંભારપરા વિસ્તારમાં રહેતા જીગ્નાશાબેન રાજેશકુમાર મેર કોળી સમાજના આગેવાન તથા સામાજિક કાર્યકર હોય  સાહેદ ભોગબનનાર પરિવાર સાથે દુષ્કર્મની ફરિયાદ કરવા પોલીસ સ્ટેશને સાથે આવેલ હોય જે આરોપી ચકાભાઇ વાટુકીયા, પ્રવીણભાઈ વાટુકીયા, ગોવિંદભાઈ સોલંકી, શામુબેન ડાભી, ભીખાલાલ મકવાણા, વિપુલ ઉર્ફે લાલાની માસીજી સાસુ ને સારું નહિ લાગતા આરોપીઓએ ગેરકાયદેસર મંડળી રચી ફરિયાદી જીગ્નાશાબેન મેર તથા સાહેદો સાથે ઝધડો કરી ફરિયાદી જીગ્નાશાબેનને તમો ફરિયાદ કેમ કરાવી તમારે શું લેવા દેવા છે તેમ કહી આરોપી ચકાભાઇ વાટુકીયા અને પ્રવીણભાઈ વાટુકીયાએ ફરિયાદી જીગ્નાશાબેનને તમે ભોગબનનાર પરિવારને સાથે ફરિયાદ કરવા લઇ આવેલ છો પરંતુ તમારે રહેવું હોય તેમ રહેજો તમને પતાવી દેવા છે તથા ભોગબનનાર સગીરાને પણ રાખવી તેમ રાખજો તેને ઉપાડી જાશું કે જાનથી મારી નાખીશું તેમ ધમકી આપી હોવાની ફરિયાદ જીગ્નાશાબેનએ વાંકાનેર સીટી પોલીસ મથકમાં નોંધાવી છે તો વાંકાનેર સીટી પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ પી.સી.મોલિયા ચલાવી રહ્યા છે.

Comments
Loading...
WhatsApp chat