વાંકાનેર: ‘તમારે ટ્રક લઇને નીકળવાનુ નથી’ 4 શખ્સોએ યુવક પર ઘાતકી હુમલો કર્યો

વાંકાનેરમાં વધાસીયા ગામે ‘તમારે ટ્રક લઇને નીકળવાનુ નથી’ 4 શખ્સોએ યુવક પર ઘાતકી હુમલો કર્યાની ઘટના સામે આવી છે. આ મુદ્દે પીડિત યુવકે વાંકાનેર સીટી પોલીસમાં ફરિયાદ દાખલ કરી છે.

જેમાં ભોગબનનાર જયેશભાઇ ડાયાભાઇ લામકાએ અક્ષય ઝાલા તથા તેની સાથેના ત્રણ અજાણ્યા માણસો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરતા જણાવ્યું હતું કે,
તા.૧૭/૦૬/૨૦૨૨ના રાત્રીના દસેક વાગ્યાની આસપાસ વધાસીયા ગામે તળાવ પાસે રોડ પર  જયેશભાઇ અને તેની સાથે જગદીશભાઇ તથા ભાવેશભાઇ ટ્રક નંબર જીજે-૨૭-એકસ-૫૩૯૭ તથા ઇકો કાર રજી નંબર જીજે-૩૬-આર-૭૩૪૧  વાળા વાહનમા પંચાસર ગામ તરફ જતા હતા. આરોપી અક્ષય ઝાલા તેની સાથે ત્રણ અજાણ્યા શખ્સોને લઈને ધસી આવ્યો હતો. અને જયેશભાઇને ‘તમારે ટ્રક લઇને નીકળવાનુ નથી’ તેમ કહી ગાળો કાઢી જયેશભાઇને અક્ષય ઝાલાએ જમણા પગે સાથળના ભાગે છરીનો ધા મારી ઇજા પહોચાડી તેમજ તેની સાથેના બીજા અજાણ્યા શખ્શે લાકડાના ધોકા વતી જમણા પગે ગોઠણના ભાગે મૂઢ ઇજા પહોચાડી તેમજ સાહેદ જગદીશભાઇને આરોપીઓએ લાકડાના ધોકા વતી માથાના ભાગે જમણી બાજુ ઇજા પહોચાડી તથા જમણા પગે ઢીચણના ભાગે તથા ડાબા પગે પજાના ભાગે મૂઢ ઇજા પહોચાડી તેમજ એમ.એમ ઝાલા લખેલ મો.સા.મા આવેલા ઈસમોએ સાહેદ ભાવેશભાઇને લાકડી તથા ઢીકા પાટુનો મુઢમાર માથાના ભાગે તથા શરીરે મારમારી તેમજ ફરીનો ટ્રકનો આગળનો કાચ લાકડાનો ધોકો મારી તોડી ફોડી નાખી ફરીનો મોબાઇલ ધા કરી નુકશાની કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

આ મુદ્દે વાંકાનેર સીટી પોલીસે આઇ.પી.સી. કલમ-૩૨૪,૩૨૩,૫૦૪,૫૦૬(૨),૪૨૭,૧૧૪ તથા જી.પી.એકટ.કલમ-૧૩૫ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Comments
Loading...
WhatsApp chat