વાંકાનેર: અજાણ્યો પુરુષ ઇજાગ્રસ્ત હાલતમાં મળ્યો, સારવારમાં દમ તોડ્યો

રાજકોટની સરકારી હોસ્પિટલમાં કાર્યરત તબીબને વાંકાનેર બાંઉન્ટ્રી ટોલનાકા પાસેથી એક અજાણ્યો પુરુષ ઇજાગ્રસ્ત હાલતમાં મળ્યો હતો. જેથી તેને રાજકોટની સરકારી હોસ્પિટળ ખાતે સારવારમાં ખસેડવામાં આવ્યો હતો. જય સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું છે. સમગ્ર મામલે વાંકાનેર પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ દાખલ થવા પામી છે.

આ અંગેની પ્રાપ્ત વિગતો અનુસાર રાજકોટની સરકારી હોસ્પિટલમાં કાર્યરત ડો. અજય રાજયગુરૂને ગત તા.૨૩/૧૧/૨૦૨૨ નારોજ વાંકાનેર બાંઉન્ટ્રી ટોલનાકા પાસે રાત્રિના કોઈ અકસ્માતમાં ઇજા પામેલ એક અજાણ્યો પુરૂષ ઉ.વ. આશરે ૩૦ વર્ષ મળી આવ્યો હતો. જેથી તેને રાજકોટની સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ૩ દિવસની સારવાર બાદ તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.

આ અંગેની જાણ વાંકાનેર તાલુકા પોલીસને થતા પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Comments
Loading...
WhatsApp chat