Billboard ad 1150*250

વાંકાનેર : પેસેન્જર બાબતે બે શખ્સોએ યુવાનને છરીના ઘા ઝીંક્યા

0 148
Post ad 1

Post ad 3

વાંકાનેરના ગારીયાના બોર્ડ નજીક રિક્ષામાં પેસેન્જર બાબતે બે શખ્સોએ રોષ રાખીને યુવાનને છરીના બે ઘા માર દીધા હોવાની ફરિયાદ વાંકાનેર સીટી પોલીસ મથકમાં નોંધાઈ છે તો વાંકાનેર સીટી પોલીસે ફરિયાદ નોંધી બંને શખ્સોને ઝડપી પાડવા ચક્રોગતિમાન કર્યા છે.

વાંકાનેરના રંગપર ગામે રહેતા અમરાભાઈ જેઠાભાઈ ગાંગીયાનો દીકરો રવિ રિક્ષા ચલાવતો હોય અને આરોપી રવિભાઈ કમાભાઈ બોયર અને કાળુભાઈ નાથાભાઈ ગરએ રવિ સાથે પેસેન્જર બબાતે રોષ રાખી રવિ ગારીયાના બોર્ડ નજીક હોય દરમિયાન આરોપી કાળુભાઈ નાથાભાઈ ગરએ રવિને પકડી રાખીને આરોપી રવિભાઈ કમાભાઈ બોયરે મારી નાખવાના ઈરાદે છરીના બે ઘા મારી ઈજા કરી હોવાની ફરિયાદ અમરાભાઈ જેઠાભાઈ ગાંગીયાએ વાંકાનેર સીટી પોલીસ મથકમાં નોંધાવી છે.તો વાંકાનેર સીટી પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ પી.એસ.આઈ. પી.સી.મોલીયા ચલાવી રહ્યા છે.

Comments
Loading...
Share This
WhatsApp chat