વાંકાનેર : તરુણની હત્યા કરનાર આરોપીના બે દિવસના પોલીસ રિમાન્ડ મંજુર

પોલીસે મધ્યપ્રદેશથી ઝડપી લઈને કોર્ટમાં રજુ કર્યો’તો

વાંકાનેરમાં ૧૩ વર્ષના તરુણની બોથડ પદાર્થના ઘા ઝીંકી હત્યા કરીને પોતાના વતનમાં નાસી ગયેલા આરોપીને વાંકાનેર પોલીસે મધ્યપ્રદેશથી ઝડપી વાંકાનેર લાવી હતી અને કોર્ટમાં રજુ કરવામાં આવતા કોર્ટે મંગળવાર સાંજ સુધીના પોલીસ રિમાન્ડ પર સોપવામાં આવ્યો છે

વાંકાનેરના પંચાસીયા ગામે ખેત મજુરી કરતા કરમશીભાઈ કીકડિયાના પુત્ર બબલુ (ઉવ ૧૩) નો મૃતદેહ મળી આવ્યા બાદ બબલુની હત્યા ઠાકોર ભુરસીંગ નામના શખ્શે કરી હોવાનો ખુલાસો થયો હતો અને હત્યા અંગે ગુન્હો નોંધાતા જીલ્લા પોલીસવડા ડો. કરનરાજ વાઘેલાની સુચનાથી વાંકાનેર તાલુકા પીએસઆઈ જી આર ગઢવીની ટીમે તપાસ ચલાવી હતી આરોપી ઠાકોર ભુરસીંગની પત્ની સાથે મૃતક બબલુને આડા સંબંધ હોય અને કઢંગી હાલતમાં પતિ બંનેને જોઈ જતા બોથડ પદાર્થના ઘા ઝીંકી તરુણને મોતને ઘાટ ઉતારી દેવાયો હતો અને બાદમાં આરોપી ફરાર થયો હતો હત્યાનો ગુન્હો નોંધી વાંકાનેર તાલુકા પોલીસે તપાસ આદરી હતી

જેમાં આરોપી તેના વતન એમપી નાસી ગયો હોવાની બાતમીને પગલે એક ટીમને એમપીના અલીરાજપુર ગામે રવાના કરી હતી અને આરોપીને એમપી થી ઝડપી લઈને વાંકાનેર લઇ આવવામાં આવ્યો હતો અને આરોપીને કોર્ટમાં રજુ કરતા બે દિવસના રિમાન્ડ મંજુર કરવામાં આવ્યા છે જે રિમાન્ડ દરમિયાન હત્યામાં વપરાયેલ હથિયારો રીકવર કરાશે તેમજ આરોપીની વધુ પૂછરપછ કરવામાં આવશે

Comments
Loading...
WhatsApp chat