



મોરબી જીલ્લામાં ફરજ બજાવતા ત્રણ પોલીસ કર્મચારીઓની બદલી કરવામાં આવી છે અને રાજવી પેલેસ ચોરીની તપાસ સંદર્ભે કર્મચારીઓ ફાળવવાનો હુકમ કરવામાં આવ્યો છે.
વાંકાનેરના રણજીત વિલાસ પેલેસમાં તસ્કરો કીમતી ચીજવસ્તુઓની ચોરી કરી ગયા હોય જે બનાવ મામલે જીલ્લાની પોલીસ તપાસ ચલાવી રહી છે તો આ ચોરીના ગુન્હામાં તપાસ માટે ટેકનીકલ સેલના સ્ટાફની જરૂરીયાત હોય જેથી ત્રણ પોલીસ કર્મચારીઓની બદલી કરવામાં આવી છે જેમાં પોલીસ હેડક્વાર્ટરમાં ફરજ બજાવતા સંજયકુમાર પટેલ, મોરબી તાલુકા પોલીસમાં ફરજ બજાવતા (સીપીઆઈ કચેરી) ના આશીફભાઈ રહીમભાઈ ચાણક્ય અને એ ડીવીઝન પોલીસના રવિરાજસિંહ દાજીરાજસિંહ ઝાલા એમ ત્રણ પોલીસ કર્મચારીઓને એલસીબીમાં ફાળવવાનો હુકમ કરવામાં આવ્યો છે



