વાંકાનેર: યુવકની પરિણીતાને ધમકી ‘ઇન્સ્ટાગ્રામ પર દેખાઈશ તો એસીડ છાટવાની ઘમકી આપી

 

સોશિયલ મીડિયા પર મહિલા, યુવતીઓ સામે ચેટ, મેસેજ, કોલ સહિતની પજવણી અંગેના બનાવી રોજિંદા બની ગયા હોય તેમ અવાર નવાર સામે આવે છે તેવા સંજોગો વચ્ચે વાંકાનેરમાં પરિણીતાને યુવકે ‘ઇન્સ્ટાગ્રામ પર દેખાઈશ તો એસીડ છાંટી ચહેરો બગાડી નાખીશ’ ની  ધમકી આપી હતી

આ અંગેની પ્રાપ્ત વિગતો અનુસાર ફરિયાદી પરિણીતા  ફેસબુક પર ઓનલાઇન ઓર્ડર મેળવી ડ્રેસ , ચણીયા ચોળીના મટીરીયલ્સની ખરીદી કરી વેચાણ કરવાનો વ્યવસાય કરે છે. જ્યાં આરોપી જાવીદ કુરેશીએ પરિણીતા પાસે ચણીયા ચોરીનો ઓર્ડર આપી મંગાવી અને પરિણીતાને મોબાઇલ ફોનમા મેસેજ કરી ‘તમે મને ગમો છો’ કહ્યું હતું. જેથી પરિણીતાએ પ્રયુત્તર સ્વરૂપે કહ્યું હતું કે,’મારા લગ્ન થઈ ગયેલ છે’. આ વાતથી રોષે ભરાઈને જાવીદ કુરેશીએએ પરિણીતા, તેમના પતિ અને નણંદના વ્હોટ્સએપમા મેસેજ કરી તથા અવારનવાર ફોન કરી ગાળો ભાંડી કહ્યું હતું કે,ફેસબુક કે ઇન્સ્ટાગ્રામ પર ઓનલાઇન દેખાઈશ તો એસીડ છાંટી ચહેરો બગાડી નાખીશ’.હાલ વાંકાનેરસીટી પોલીસે આઈ.પી.સી. કલમ- ૫૦૭,૫૦૪ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી

Comments
Loading...
WhatsApp chat