વાંકાનેર : ગાંજાની સપ્લાયર્સ કરનાર શખ્સ બેડી ચોકડી નજીકથી ઝડપાયો

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

મોરબી એસઓજી ટીમે થોડા દિવસો અગાઉ વાંકાનેરમા એક શખ્સને અડધો કિલો ગાંજા સાથે ઝડપી લીધો હતો.આ શખ્સની પૂછપરછમાં સપ્લાયર્સનું નામ ખુલતા વાંકાનેર સીટી પોલીસે સપ્લાયર્સને ઝડપી પાડ્યો હતો

મોરબી એસઓજી પીઆઈ એસ.એન.સાટી સહિતની ટીમે થોડા દિવસો અગાઉ વાંકાનેરમાથી રિઝવાન અયુબભાઈ ખોખરને અડધો કિલો ગાંજા સાથે ઝડપી લીધો હતો.ત્યારબાદ આ બનાવની વાંકાનેર પોલીસે તપાસ હાથ ધરીને આ ગાંજો ક્યાંથી મેળવ્યો અને કોણે આપ્યો તે અંગે આરોપીની વધુ પૂછપરછ હાથ ધરવામાં આવતા પૂછપરછમાં આરોપીએ મૂળ કચ્છ ભુજના વતની અને હાલ રાજકોટ રહેતા એક શખ્સ તેને અડધો કિલો ગાંજો આપ્યો હોવાની કબૂલાત આપી હતી.

જેથી સપ્લાયરને ઝડપી લેવા માટે વાંકાનેર સીટી પોલીસને મળેલી બાતમીના આધારે વાંકાનેર સીટી પોલીસ મથકના અરવિદભાઈ રઘુભાઈ ઓળકિયા, મહેન્દ્રકુમાર વડગામા સહિતનાએ બેડી ચોકડી પાસે વોચ ગોઠવીને ત્યાંથી પસાર થતા આરોપી રામભાઈ કાનભાઈ ગઢવી (ઉ.૭૨) રહે હાલ રાજકોટ રેલનગર મૂળ કચ્છ ભુજને ઝડપી પાડીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

Comments
Loading...
WhatsApp chat