Billboard ad 1150*250 Billboard ad 1150*250

વાંકાનેર તાલુકા પોલીસે તળાવમાં ડૂબકી લગાવી વિદેશી દારૂનો જથ્થો ઝડપ્યો

વાંકાનેરના વીરપર ગામે પાણીમાં છુપાવેલો લાખોનો દારૂ અને બીયરનો જથ્થો વાંકાનેર તાલુકા પોલીસે ઝડપી લઈને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

મોરબી જીલ્લા પોલીસ વડા કરનરાજ વાઘેલા અને નાયબ પોલીસ વડા બન્નો જોશીના માર્ગદર્શન તથા વાંકાનેર તાલુકા પોલીસ મથકના પીએસઆઈ જી.આર.ગઢવીની સુચના થી વાંકાનેર પોલીસ મથકના સુરેશભાઈ ચાવડા, અસ્વીનભાઈ ઝાપડિયા અને મુકેશભાઈ હકુભાઈ પેટ્રોલિંગમાં હોય દરમિયાન મળેલ ખાનગી બાતમીના આધારે વાંકાનેર તાલુકાના વીરપર ગામે રહેતા હરજીભાઈ રાણાભાઈ દેકાવાડીયા અને અરવિંદભાઈ ગોરધનભાઈ વીઝવાડિયાના કબ્જામાંથી વીરપર ગામે તલાવડીમાંથી  વિદેશી દારૂની બોટલ નંગ-૧૨૦ કીમત રૂ.૪૨૦૦૦, બીયર ટીન નંગ ૩૦૯ કીમત રૂ.૩૦૯૦૦ અને મોબાઈલ નંગ-૨ કીમત રૂ.૧૦૦૦ એમ કુલ મળીને ૭૩૯૦૦ના મુદામાલ સાથે બંને આરોપીઓને ઝડપી પાડી વાંકાનેર તાલુકા પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

 

 

Comments
Loading...
WhatsApp chat