વાંકાનેર તાલુકા પોલીસની તપાસમાં બે સ્થળેથી દારૂના જથ્થા સાથે બે ઝડપાયા

 

વાંકાનેરમાં 2 સ્થળોએ  જાહેરમાં ઈંગ્લીશ દારૂ વેંચતા 2 ઈસમોની વાંકાનેર તાલુકા પોલીસે ધરપકડ કરી છે.

જ્યાં પ્રથમ કિસ્સામાં માટેલ-વિરપર રોડ,ગૌશાળા પાસે આરોપી દશરથ ગોરધનભાઇ સરાવાડીયા પોતાના કબ્જામાં ભારતીય બનાવટની ઇગ્લીશ દારૂની મેકડોવેલ્સ નંબર-૧ સુપીરીયર વ્હીસ્કી ઓરીજનલ,૭૫૦ એમ.એલ.ની કાચની કંપની શીલ પેક બોટલ નંગ.૧ર  કી.રૂ.૪૫૦૦/-ના મુદામાલ સાથે મળી આવ્યો હતો. જયારે બીજા કિસ્સામાં આરોપી સુરેશ વશરામભાઇ કુનતીયા સરતાનપર રોડ,રે નામના કારખાના ના મેઇન ગેઇટ પાસે પોતાના કબ્જામાં ભારતીય બનાવટની ઇગ્લીશ દારૂની મેકડોવેલ્સ નંબર-૧ સુપીરીયર વ્હીસ્કી ઓરીજનલ,૭૫૦ એમ.એલ.ની કાચની કંપની શીલ પેક બોટલ નંગ.૦૧ કી.રૂ.૩૭૫/-ના મુદામાલ સાથે મળી આવ્યો હતો.

આ બન્ને કિસ્સામાં વાંકાનેર તાલુકા પોલીસે પ્રોહી.કલમ.૬૫(એ)(એ),૧૧૬(બી)મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

 

Comments
Loading...
WhatsApp chat