વાંકાનેર તાલુકા પંચાયતની અસરકારક રજૂઆત રંગ લાવી, મહિકા ગામમાં સર્વિસ રોડનું કામ શરુ

 

વાંકાનેર તાલુકાના મહિકા ગામમાં સર્વિસ રોડનું કામ અટકેલું પડ્યું હોય જે મામલે તાલુકા પંચાયતના સદસ્યએ રાજ્યના માર્ગ અને મકાન વિભાગના મંત્રી સુધી રજૂઆત કરી હતી જે રજૂઆત રંગ લાવી છે અને મહિકા ગામમાં સર્વિસ રોડનું કામ શરુ થયું છે

વાંકાનેર તાલુકા પંચાયતના મહિલા સદસ્ય જીજ્ઞાશાબેન મેર દ્વારા રાજ્યના માર્ગ-મકાન મંત્રી પુર્ણેશ મોદીને રજૂઆત કરી હતી કે વાંકાનેર તાલુકાના મહિકા ગામે હાઈવે પર સર્વિસ રોડનું કામ અટકેલું છે જે ફરી શરુ કરાવવામાં આવે રજૂઆતમાં વધુ જણાવ્યું હતું કે મહિલા પાસેથી નીકળતા નેશનલ હાઈવે નજીક પ્રાથમિક શાળા, સરકારી અને પ્રાઈવેટ દવાખાનું, મેડીકલ સ્ટોર્સ અને બેંક આવેલ હોય જેથી લોકોને ખુબ મુશ્કેલીનો સામનો કરવો પડે છે હાઈવે પર વાહનોની પણ સતત અવરજવર રહેતી હોય જેથી સર્વિસ રોડનું અટકેલું કામ ઝડપી પૂર્ણ કરવા માંગ કરી હતી

જે રજૂઆતને પગલે આજથી બંધ પડેલ સર્વિસ રોડનું કામ ચાલુ કરવામાં આવ્યું છે ત્યારે મહિકા ગામના લોકો વતી જીજ્ઞાશાબેન મેરે કેબીનેટ મંત્રીનો આભાર વ્યક્ત કર્યો હતો

 

Comments
Loading...
WhatsApp chat