



વાંકાનેર તાલુકા પંચાયત ની ચંદ્રપુર બેઠકના સદસ્ય તેમજ ચંદ્રપુર ગ્રામ પંચાયત ના સદસ્ય સામે પેશકદમી ની ફરિયાદના મામલે નાયબ જીલ્લા વિકાસ અધિકારી મોરબી એ ગુન્હો સાબિત થતા બન્ને ને સભ્ય પદ પરથી હટાવવાનો હુકમ કરવામાં આવ્યો છે.
મળતી વિગત મુજબ વાંકાનેર તાલુકા પંચાયત ચંદ્રપુર બેઠકના અલ્લારખાભાઈ હુશેનભાઈ જાફરાણી અને ચંદ્રપુર ગ્રામ પંચાયતના મહિલા સદસ્ય શરીફાબેન અલ્લારખાભાઈ જાફરાણી વિરુદ્ધ ચંદ્ર્પુરમાં તેઓના ઘર પાસે પેશકદમી કાર્યની ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. આ બાબતે ડી.ડી.ઓ.મોરબી સમક્ષ ચાલેલી પ્રક્રિયામાં અંતે બંને સદસ્યોએ પેશકદમી કર્યાનું સાબિત થતા તેને સભ્ય પદેથી દુર કરતો હુકમ ફરમાવવામાં આવ્યો છે.તાજેતરમાં આગામી દિવસોમાં વિધાનસભાની ચુંટણી નજીક આવી રહી છે ત્યારે વાંકાનેર તાલુકા પંચાયતમાં ખળભરાત થતા વાંકાનેરના રાજકારણમાં ગરમાવો આવ્યો છે.

