મોરબી જિલ્લા ખેલ મહાકુંભમાં ફૂટબોલની રમતમાં વાંકાનેરનો ડંકો

વાંકાનેરની ODS કલબની ટિમ 5-0 થી ફાઇનલ જીતી જિલ્લા ચેમ્પિયન

હાલમાં ખેલ મહાકુંભની વિવિધ રમતોમાં હરીફાઈઓ ચાલુ છે જેમાં ગઈકાલે મોરબી ખાતે ફૂટબોલમાં એબાવ (19 વર્ષ કે એથી મોટી ઉંમરના ખેલાડીની) કેટેગરીમાં હરિફાઈનું આયોજન થયું હતું.આ ફૂટબોલની ખેલ મહાકુંભની એબાવ કેટેગરીમાં સમગ્ર મોરબી જિલ્લાની ટીમોએ ભાગ લીધો હતો, જેમાં ફાઇનલ સુધી પહોંચનારી બને ટીમ વાંકાનેરની હતી આ બંને ટીમ વચ્ચે ગઈકાલે ફાઇનલ મેચ રમાડવામાં આવ્યો હતો.

જેમાં એકસ ઇલેવેન વાંકાનેરને ODS કલબ વાંકાનેરની ટીમેં 5-0 થી સખત પરાજય આપીને મોરબી જિલ્લા ચેમ્પિયનશિપ મેળવી હતી. પ્રથમ એમ લાગતું હતું કે બંને ટીમ મજબૂત છે એટલે કાંટે કી ટક્કર થશે.પરંતુ ઓડીએસના ખેલાડીઓએ આક્રમક રમત રમી અને એક્સ ઇલેવનને કારમો પરાજય આપ્યો હતો.

ખેલ મહાકુંભ 2018માં મોરબી જિલ્લા ચેમ્પિયન અને રનર્સઅપ એમ બન્ને સ્થાન વાંકાનેરે મેળવ્યા છે, આથી એવું કહી શકાય કે મોરબી જીલ્લામાં ફૂટબોલની રમતમાં વાંકાનેરનો ડંકો વાગ્યો છે. અત્રે ઉલ્લેખનય છે કે ગત શાલ પણ ખેલ મહાકુંભમાં વાંકાનેર જ ચેમ્પિયન થયું હતું.

Comments
Loading...
WhatsApp chat