વાંકાનેર : સરકારી ખનીજ સંપતીના ૨ લાખથી વધુની કીમતના મશીનની ચોરી

વાંકાનેર તાલુકાના મહિકા ગામ નજીક મચ્છુ નદીના પટ માંથી સરકારી ખનીજ સંપતિની મશીનરી ચોરી કરી લઇ જતા ભૂસ્તરશાસ્ત્રીની કચેરીના અધિકારીએ વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોધાવી છે તો વાંકાનેર તાલુકા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

મોરબી જીલ્લા સેવા સદનમાં આવેલ ભૂસ્તર શાસ્ત્રીની કચેરીના સાહિલ જે પાધડારએ વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોધાવી છે કે ગત તા.૨૯-૮—૨૦૧૮ થી ૨૨-10-૨૦૧૮ દરમિયાન મહિકા ગામ નજીક આવેલ મચ્છુ નદીના પટમાંથી વાંકાનેર વાળા નઝરૂદિન ગનીભાઈ બાદી અને તેના કોઈ મદદગારો એ સરકારની ખનીજ સંપતી રેતી ૨૩૮/૨૭ મેં. ટન કીમત રૂ.૫૭૧૮૫ ની ચોરી કરી લઇ જતા તેમજ ટે કામે ઉપયોગમાં લેવાયેલ હિટાચી મશીન એક જેના ચેસીસ નંબર PUNJT20BJJ 2241157 નું જેના દંડ પેટે રૂ.૨,૦૦,૦૦૦ ના થતા હોય ટે મશીન સીઝ કરીને બનાવવા વાળી જગ્યા પાસે રાખેલ તે મશીન લઇ જઈ કુલ કીમત રૂ.૨,૫૭,૧૮૫ના મુદામાલની ચોરી કરી લઇ ગયા હોવાની ફરિયાદ વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં નોંધાવી છે તો વાંકાનેર તાલુકા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Comments
Loading...
WhatsApp chat