

મોરબી જિલ્લામાં વ્યાપ્ત જુગારની બદીને નાબૂદ કરવા જિલ્લાભરની પોલીસ દરોડા કાર્યવાહી કરી રહી છે જેમાં વાંકાનેરના બોકડથંભા ગામેથી જાહેરમાં જુગાર રમતા સાત જુગારીઓને ઝડપી લઈને રોકડ રકમ જપ્ત કરવામાં આવી છે.
જિલ્લા પોલીસવડા ડો. કરનરાજ વાઘેલાની સૂચના અને ડીવાયએસપી બન્નો જોષીના માર્ગદર્શન હેઠળ વાંકાનેર સીટી પી આઈ બી.ટી. વાઢીયાની આગેવાની હેઠળ પીએસઆઈ આર.પી.જાડેજા, અરવિંદભાઈ ઓળકીયા, હરેશભાઇ આગલ, મહેન્દ્રભાઈ વડગામા, સંજયસિંહ જાડેજા, બ્રિજરાજસિંહ વાળા સહિતના પેટ્રોલિંગમાં હોય દરમિયાન વાંકાનેરના બોકડ થંભા ગામના હનુમાનજી મંદિર પાસે જાહેરમાં જુગાર રમાતો હોવાની બાતમીને આધારે દરોડો કર્યો હતો.
જેમાં જુગાર રમી રહેલા પ્રેમજી જીવણ સરાવાડિયા, અવચર નાનજી સરાવાડિયા, રમેશ નાનજી ગાંગડિયા, કુકા ઘોઘા સરાવાડિયા। મનસુખ ભોપાભાઇ સરાવાડિયા, અજય જેમભાઇ સરાવાડિયા અને મુકેશ વિનોદ કુણપરા એમ સાત પત્તાપ્રેમીઓને ઝડપી લઈને રોકડ રકમ 20,540 જપ્ત કરવામાં આવી છે